દક્ષીણ ગુજરાતમાં જોરદાર વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી, સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મુકી વરસ્યા.

ગુજરાતમાં સપ્ટેમ્બરમાં વરસી શકે છે વરસાદ 3 દિવસ બાદ સાર્વત્રિક વરસાદની આગાહી વરસાદની ઘટ પૂરી થવાનું અનુમાન ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે ત્યારે હજુ પણ હવામાન વિભાગ દ્વારા બે દિવસ વરસાદી માહોલ રહેશે તેવું જણાવવામાં આવી રહ્યું છે જ્યારે ત્રણ દિવસ બાદ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડે શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે

ગુજરાતમાં સપ્ટેમ્બરમાં વરસી શકે છે વરસાદ
મુખ્યત્વે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર સહિત અનેક પંથકમાં જોરદાર વરસાદ પડી શકે છે જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ પડે તેવું હવામાન વિભાગે જણાવાયું છે હવામાન ખાતાએ જણાવ્યા પ્રમાણે સપ્ટેમ્બર મહિનામાં રાજ્યમાં વરસાદની ઘટ પૂરી થઈ શકે છે એટલું કે સિઝનનો બાકી રહેલો વરસાદ પણ સપ્ટેમ્બર મહિનામાં પડી શકે તેવુ હવામાન વિભાગે જણાવ્યું છે

વરસાદની ઘટ પૂરી થવાનું અનુમાન
મહત્વનું છે કે ગઈ કાલે રાજ્યના 69 તાલુકાઓમાં મેઘરાજા મન મુકી વરસ્યા હતા જેમાં 12 તાલુકાઓમાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે સૌરાષ્ટ્રના તાલુકા પર નજર કરીએ તો માંગરોળમાં 7 ઈંચ અંજાર કલ્યાણપુર માળિયામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 4865 ટકા નોંધાયો છે ગીર સોમનાથમાં ગઈકાલે મેઘરાજા મન મુકીને વરસતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે

ખેડૂતોનો ઉભો પાક ખાખ થવાના આરે હતોતે પાકને નવજીવન મળ્યું છેઘણા લાંબા સમય બાદ ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ પડ્યો હતોઆ વખતે પાક નિષ્ફળ જશે અને દુષ્કારના ભણકારા હતા પરંતુ છેલ્લે છેલ્લે મેઘરાજા મહેરબાન થતા ખેડૂતોના મગફળી કપાસ સોયાબીન અને અન્ય પાકોને નવજીવન મળ્યું છે

3 દિવસ બાદ સાર્વત્રિક વરસાદની આગાહી
બનાસકાંઠામાં દોઢ મહિના બાદ વરસાદની એન્ટ્રી થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી છેઘણા સમયથી પોતાના પાકને બચાવવા ખેડૂતો વરસાદની રાહ જોતા હતા અને આખરે મેઘરાજા મહેરબાન થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતીખેડૂતો સતત ચિંતામાં હતો કે આ વખતે પાક બગડશે અને વરસાદ ન આવવાના કારણે આગામી સિઝનના પાક પર પણ અસર થશે પરંતુ સમયસર વરસાદ આવી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે બનાસકાંઠામાં 15 ઈંચથી લઈને 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે વરસાદના કારણે બાજરી મગફળીના પાકને નવજીવન મળ્યું છે

સુરેન્દ્રનગરના ચોટીલામાં ભારે વરસાદ
આ બાજુ સુરેન્દ્રનગરના જિલ્લામાં ચોટીલા તાલુકામાં ભારે વરસાદ વરસ્યો છે ઝરીયા મહાદેવ મંદિરમાં ભારે વરસાદને પગલે ધોધ વહેતો થયો હતો અને ભોળાનાથને અભિષેક થતો હોય તેવો નજારો સામે આવ્યો હતો લોકો કુદરતી સૌંદર્યનો નજારો જોવા ઉમટી પડ્યા હતા

આગામી 48 કલાક વરસાદી માહોલ યથાવત રહેશે
રાહ જોવડાવ્યા બાદ આવેલા વરસાદે રાહત આપી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ રહેશે હજુ પણ 8 સપ્ટેમ્બર ફરી સારો વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે જ્યારે આગામી 3 દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવશે તેવું પણ જણાવાઈ રહ્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *