હવામાન વિભાગ અને હવામાનશાસ્ત્રીની આગાહીથી ખેડૂતોમાં આનંદનો પાર નહીં રહે, આવતી આ તારીખમાં સારા વરસાદની સંભાવના.

હવામાન વિભાગે કહ્યું છે કે સિસ્ટમ સક્રિય થતાં બંગાળની ખાડીમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે જેથી ગુજરાતમાં સારા વરસાદની અપેક્ષા છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થઈ રહ્યું છે તેથી આગામી દિવસોમાં સારા વરસાદની અપેક્ષા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ રાઉન્ડમાં સારો વરસાદ થશે. વરસાદના નવા રાઉન્ડમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે, જ્યારે સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદની માહિતી મળી રહી છે.

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાનશાસ્ત્રી મુજબ મધ્ય ગુજરાતમાં પણ સારા એવા વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત, કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત આગામી ત્રણ દિવસ સુધી વરસાદી વાદળોથી ઘેરાયેલું રહેશે.

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 29 ઓગસ્ટથી રાજ્યનું હવામાન બદલાશે, ત્યારબાદ મધ્ય ગુજરાતમાં 6 સપ્ટેમ્બરથી સારા વરસાદની આગાહી છે જ્યારે કેટલાક ભાગોમાં વરસાદ પડશે. ઉત્તર ગુજરાતનું હવામાન 30 અને 31 ઓગસ્ટના રોજ બદલાય તેવી શક્યતા છે. તેથી 3 થી 10 સપ્ટેમ્બર સુધી કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના સાથે 7 થી 9 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની અપેક્ષા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભાવનગર, રાજકોટ અને દ્વારકા સહિત સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ડાંગ, તાપી, સુરત, નવસારી અને વલસાડ સહિત રાજ્યના ઘણા ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે પોરબંદર અને ગીર સોમનાથ તેમજ ઉત્તર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે.

અમદાવાદ, વડોદરા, સુરત, આણંદ, સાબરકાંઠા, અરવલ્લી અને દાહોદ, પંચમહાલ, ખેડામાં મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગે નવસારી વલસાડ બાદ રાજ્યના મહાનગરોમાં તેમજ ખેડા, દાહોદ, મહિસાગર, સબકાંઠા અને અરવલ્લી સહિતના જિલ્લાઓમાં મંગળવાર સુધી વરસાદની આગાહી કરી છે. શનિવાર સુધીમાં ભરૂચ, સુરત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદની સંભાવના છે.

જો આપણે નક્ષત્રની વાત કરીએ તો ઓગસ્ટની શરૂઆતમાં અશ્લેષા નક્ષત્ર હતું જેનું વાહન મોર છે. આ સમયગાળા દરમિયાન વરસાદ થયો ન હતો. જ્યારે મગ 16 થી 29 ઓગસ્ટ સુધી નક્ષત્ર છે. જેનું વાહન ગધેડો છે. જે દરમિયાન સારો વરસાદ થાય છે તેથી ગુજરાતમાં પણ વરસાદ જોવા મળ્યો છે. જ્યારે 29 ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર વચ્ચે પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર ઉતરશે, જેનું વાહન દેડકા છે. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં સારો વરસાદ થઈ શકે છે. રાજ્યમાં 19 મીથી સાર્વત્રિક સારો વરસાદ પડી શકે છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ જારી કરવામાં આવી શકે છે.

નમસ્કાર મિત્રો જો તમને આ લેખ ગમ્યો હોઈ તો શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમને આવીજ રસપ્રદ માહિતી પસંદ હોઈ તો આપણું જ પેજ ‘આપણીવાતો’ ને જરૂર થી ફોલ્લૉ કરો અને તમારા ખાસ મિત્રો અને સ્નેહીઓ સાથે શેર કરવાનું ભૂલશો નહિ,અને ખાસ તમારો અભિપ્રાય કોમેન્ટ કરી જણાવશો તેમજ તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લોકો સુધી પહોચાડી શકીએ, ધન્યવાદ!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *