હવામાન વિભાગની મોટી આગાહી શનિવાર રવિવાર અને સોમવારે ગુજરાત ભારે વરસાદની આગાહી આ જિલ્લામાં આ તારીખે વરસાદ પેડ છે

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આજે અને આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે.હાલમાં ચોમાસા માટે કોઈ સિસ્ટમ કાર્યરત નથી, વાવાઝોડું પણ જતું રહ્યું છે તેમ છતાં હવામાન ખાતુ ત્રણેક દિવસથી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરી રહ્યું છે. તેના માટે અરબી સમુદ્ર પરથી આવતા ભેજયુક્ત પવન અને લોકલ સિસ્ટમ જવાબદાર હોવાનું હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું છે. અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન ૩૯.૮ ડિગ્રી નોંધાયું હતું.

હવામાન વિભાગના અધિકારી મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે, રાજ્યમાં ચાર-પાંચ દિવસ સુધી વાદળછાયુ વાતાવરણ રહેશે અને ત્યારબાદ ગરમીમાં વધારો થઈ શકે છે. હાલમાં અરબી સમુદ્ર પરથી ભેજયુક્ત પવન આવી રહ્યા છે. પવન, ભેજ અને બીજા પરિબળોના કારણે વરસાદ વરસવાનો સંયોગ સર્જાયો છે. જેથી વરસાદની સંભાવના નકારી ના શકાય વૈશાખ માસમાં ચામડી તતડી ઉઠે તેવી ગરમી પડવી જોઈએ તેના બદલે રોજ હવામાન ખાતુ વરસાદની આગાહી કરી રહ્યું છે. તેના કારણે સામાન્ય લોકોના મનમાં પ્રશ્ન ઉઠયો છે કે હજુ ચોમાસું આવ્યું નથી તો આ વરસાદ આવે છે ક્યાંથી ? તેનો જવાબ આપતા હવામાન વિભાગના અધિકારી મનોરમા મોહંતીએ કહ્યું કે હાલમાં અરબી સમુદ્ર પરથી ભેજયુક્ત પવન આવે છે. પવન, ભેજ અને બીજા પરિબળોના કારણે વરસાદને વરસવા માટેનો પુરવઠો મળી રહે છે. તેના કારણે આ વરસાદ વરસી રહ્યો છે. આ પ્રિ-મોન્સુન એક્ટિવિટી છે. જેના ભાગરૂપે વરસાદ વરસી રહ્યો છે.

આગામી પાંચ દિવસની આગાહી: રોજ વલસાડ, નવસારી, દમણ, દાદરા, નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદબનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, વલસાડ, નવસારી, દમણ, દાદરા, નગર હવેલી અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દમણ, દાદરા, નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદવચ્ચે સુક્કું વાતાવરણ તા.૨૯ થી ૩૦ વચ્ચે સુક્કું વાતાવરણઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લા મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. મહેસાણાનાઉંઝા સહિત કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. અચાનક વાતાવરણમાં આવેલા પલટાના કારણે ખેડૂતોને નુકસાનની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *