ગુજરાત માં આજ થી 1તારીખ સુધી માં કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી 11 શહેરમાં 48 કલાકમાં ભારે વરસાદ આગાહી - Aapni Vato

ગુજરાત માં આજ થી 1તારીખ સુધી માં કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી 11 શહેરમાં 48 કલાકમાં ભારે વરસાદ આગાહી

આગામી 24 થી 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, વડોદરા, વલસાડ, ડાંગ, દાહોદ, મહીસાગરમાં સહિતના પંથકમાં વરસાદ પડી શકે છે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.રાજ્યમાં પ્રવર્તતા દક્ષિણ-પશ્ચિમના ગરમ પવનની અસરથી અમદાવાદ સહિત રાજ્યનાં 11 શહેરોમાં ગરમીનો પારો 38 ડિગ્રી પાર કરી ગયો છે.

આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગામી 24 કલાક દરમિયાન રાજ્યના સોરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. શનિવારે અમદાવાદમાં વહેલી સવારે વાદળિયું વાતાવરણ સર્જાતાં ગરમીથી રાહત રહી હતી, પરંતુ ગરમ પવનની અસરથી બપોરના 12 વાગ્યા બાદ ગરમીમાં ક્રમશ વધારો થયો હતો.

રાજકોટ, સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 41.3 ડિગ્રી: વાવાઝોડા બાદ સતત વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે કે, તાપમાન આગામી દિવસોમાં 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે અને રાજ્યમાં 1લી જૂનથી પ્રિ-મોનસુન એક્ટિવિટી પણ જોવા મળશે અને બપોરના સમયે દક્ષિણ-પશ્ચિમી પવન વહેતા અસહ્ય બફારો પણ થશે. રાજ્યમાં 15 થી 20 જૂન વચ્ચે વરસાદ દસ્તક આપશે. જેથી આગામી 15 જૂન સુધીમાં રાજ્યમાં વરસાદ પડશેસમગ્ર રાજ્યમાં 41.3 ડિગ્રી સાથે રાજકોટ અને સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી.

ડીસા-40.6, અમરેલી-39.8, કંડલા એરપોર્ટ-39.7, કંડલા પોર્ટ- 38.6, અમદાવાદ અને ગાંધીનગર -38.5, ભાવનગર અને ભુજ-38.4 અને વલ્લભ વિધાનગરમાં 38.3 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. વહેલી સવારે વાદળિયા વાતાવરણ બાદ બપોર પછી બફારો વધતાં લોકો ત્રસ્ત થયાં હતા.હવામાન વિભાગની આગાહી બાદ ખેડૂતો વધુ ચિંતિત બન્યા છે, રાજ્યમાં વાવાઝોડું ખાબક્યા બાદ અનેક જગ્યાએ કમોસમી વરસાદ પડ્યો હતો ભારે પવન અને વરસાદ બાદ ખેડૂતોના બાગાયતી પાક અને સિઝનલ પાકને નુક્સાન થયું હતું તે બાદ હવે ફરીથી વરસાદની આગાહી બાદ ખેડૂતોને ચિંતા સતાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *